નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા તાલુકાનાં ટીંબાપાડા ગામનાં એક ઘરમાંથી અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસી ચોરી કર્યાની ફરીયાદ પોલીસ મથકે નોંધવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. 
મળતી માહિતી મુજબ, ગત તારીખ ૨૦ એપ્રિલના નારોજ થી તારીખ ૨૭ એપ્રિલ દરમ્યાન દેડિયાપાડા તાલુકાના ટીમ્બાપાડા, નિશાળ ફળીયા ખાતે આવેલ વિનતાબેન ગોપાલભાઈ શંકરભાઈ તડવીના ઘરમાં કોઈ અજાણ્યા ચોર કે જાણભેદુ ઈસમે દરવાજાનો મિજાગરો (હેન્ડલ) ખોલી પલંગના ગાદલા નીચે મુકેલી તિજોરીની ચાવી લઈ પતરાની તિજોરી ખોલી તેમાંથી રૂપિયા ૧૨,૦૮,૦૯૦/-ની કિંમતના સોનાના ઘરેણાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)


