વલસાડ જિલ્લાનાં સેગવા ગામના રોજાસામર ફળિયામાં રતિલાલભાઈ શિવાભાઈ પટેલ (ઉ.વ.૮૫) પત્ની રમીલાબેન (ઉ.વ.૭૫), પુત્ર રાજેશ, પુત્રવધૂ સંગીતાબેન, પૌત્રો યશ અને નીલ સાથે રહેતા હતા.
જોકે શુક્રવારે સવારે રતિલાલભાઈ ગામના ત્રણ રસ્તા સ્થિત ગ્રામ પંચાયત ઓફિસ પાસે સસ્તા અનાજની દુકાનમાંથી નાણાં ઉપાડી ઘરે પરત આવી રહ્યાં હતા.
તે સમયે રોડ ક્રોસ કરી રહેલ રતિલાલભાઈને પસાર થઈ રહેલ એક બાઇકના ચાલકે અડફેટે લઈ અકસ્માત સજર્યો હતો. જેથી અકસ્માતમાં રતિલાલભાઈને ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ ૧૦૮ની ટીમે ગંભીર રીતે ઇજાગસ્ત રતિલાલભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા. જે બાબતે મૃતકના પુત્ર રાજેશભાઈએ બાઈક ચાલક વિરલ મુકેશભાઈ પટેલ (રહે.ઉગામણા ફળિયા,વાવ ગામ, તા.ખેરગામ,જી.નવસારી)ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


