સુરત જિલ્લાનાં ઓલપાડ પોલીસે સાંધીએરથી અટોદરા જતા રોડ પરથી એક મારૂતિવાનમાંથી રૂપિયા ૧.૧૭ લાખની કિંમતનો ૫૮૫ લિટર દેશી દારૂ સાતે લવાછા ગામના એક સગીરની અટકાયત કરી હતી. પોલીસે આ ગુન્હામાં કુલ રૂપિયા ૧.૭૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂ મંગાવનાર ગોથાણ બંગાર કોલોનીને બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. તારીખ ૧૧ મોત નારોજ સાંજે ઓલપાડ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી.
તે સમયે બાતમી મળી હતી કે, ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના લવાછા ગામેથી મારૂતિવાન દેશી દારૂનો જથ્થો ભરીને અટોદરાથી સાંધીએર થઈ ગોથાણ ગામની બંગાર કોલોનીમાં સપ્લાય કરવા જઈ રહી હતી.
જેથી પોલીસે અટોદરાથી સાંધીએર જતા રોડ ઉપર જે.પી. એસ.હોમ્સ ફાર્મ સામે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી એક મારૂતિવાનને આંતરી તપાસ કરતાં તેમાંથી રૂપિયા ૧.૧૭ લાખની કિંમતનો ૫૮૫ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ, દારૂની હેરાફેરી કરતો ૧૭ વર્ષનો મારૂતિવાન ચાલક સગીરની પોલીસે અટકાયત કરી કુલ રૂપિયા ૧,૭૨,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. વધુમાં પોલીસ પૂછપરછ દરમ્યાન કહ્યું હતું કે, તે લવાછા ગામનો છે. ત્યાંથી દારૂ ભરીને ગોથાણ ગામની બંગાળ કોલોનીમાં રહેતો બુટલેગર સંજય ઠાકોર ચૌહાણને પહોંચાડવા જતો હતો. જેથી પોલીસે સંજય ચૌહાણને વોન્ટેડ જાહેર કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


