Explore

Search

May 16, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News : પલસાણાના બગુમરામાં લગ્નપ્રસંગમાં હિંસક હુમલો: રિક્ષા ચાલક પર ચપ્પુથી હુમલો કરી ત્રણ શખ્સો ફરાર

પલસાણા: પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમમાં આવેલી ડ્રીમવીલા સોસાયટીમાં રાત્રે એક લગ્નપ્રસંગ દરમિયાન લોહિયાળ ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી છે . લગ્નમાં હાજરી આપવા ગયેલા એક રિક્ષા ચાલક પર જૂની અદાવત અથવા સામાન્ય બોલાચાલીમાં ત્રણ શખ્સોએ હુમલો કરી, માથાના ભાગે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારના ઝીંકી દીધા હતા.

મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના વતની અને હાલ બગુમરાની સુવર્ણ રેસિડેન્સીમાં રહેતા કરણ નાના સોનવણે (ઉ.વ. ૨૮) ગત તા. ૧૪ મેના રોજ રાત્રે ડ્રીમવીલા સોસાયટીમાં લગ્નપ્રસંગમાં ગયા હતા. ત્યાં હાજર રહેલા તેના પરિચિત નિલેશ ખેરનારે “તું અહીં કેમ આવ્યો છે?” તેમ કહી અચાનક અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ નિલેશ અને તેની સાથેના અન્ય બે મિત્રો, નીલકંઠ ઉર્ફે દાદુ કોળી અને અક્ષય ઉર્ફે માયાએ કરણ સાથે ઝઘડો કરી ઢીકા-મુક્કીનો માર માર્યો હતો. આ દરમિયાન નીલકંઠ ઉર્ફે દાદુએ પોતાની પાસે રહેલું ચપ્પુ જેવું હથિયાર કાઢી કરણના માથાના પાછળના ભાગે ઝીંકી દીધું હતું. હુમલા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં કરણને તેના મિત્રો અને પત્ની દ્વારા તાત્કાલિક બગુમરાની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને માથાના ભાગે પાંચ ટાંકા અને કાનની પાછળ બે ટાંકા આવ્યા હતા. પલસાણા પોલીસે આ મામલે નિલેશ સંભાજી ખેરનાર,નીલકંઠ ઉર્ફે દાદુ કોળી,અક્ષય ઉર્ફે માયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!