Explore

Search

March 22, 2026

Contact us -7820092500

IAS Coaching

સીમલકના વેપારીને 67 હજારની લોનની લાલચ આપી સાયબર માફિયાઓએ ખિસ્સા ખાલી કર્યા

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સીમલક ગામે રહેતા એક છૂટક વેપારી સાથે ઓનલાઇન લોન અપાવવાના બહાને રૂ.4,900ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફેસબુક પર લોનની જાહેરખબર જોઈ સંપર્ક કરતા અજાણ્યા ઠગોએ પ્રોસેસિંગ ફીના નામે કટકે-કટકે નાણાં પડાવી લીધા હતા.

મળતી માહિતી પ્રમાણે સીમલક ગામના હાંસ મોહલ્લામાં રહેતા અને સોલર પ્લેટ ફિટિંગનો વ્યવસાય કરતા મહમદ હસન મોહમદ હાંસ ફેબ્રુઆરી માસમાં ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમણે ફેસબુક પર આવેલી એક લોનની લિંક પર ક્લિક કર્યું હતું. ત્યારબાદ ‘InCred Finance’ ના નામે ઠગોએ વોટ્સએપ મો.નં.9558690878 દ્વારા તેમનો સંપર્ક કર્યો અને રૂ. 67,000ની લોન મંજૂર કરવાની લાલચ આપી હતી. લોન મંજૂર કરાવવાના બહાને ઠગોએ મહમદ હસન પાસેથી આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવ્યા હતા. ત્યારબાદ ‘પંચાલ નિખિલ’ ના નામે ક્યુઆર (QR) સ્કેનર મોકલી પ્રોસેસિંગ ફીના નામે તારીખ 08/02/2026 થી 25/02/2026 દરમિયાન અલગ-અલગ સાત ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.4,900 ભરાવી લીધા હતા. વધુ નાણાંની માંગણી થતા ફરિયાદીને શંકા ગઈ અને તેમણે તપાસ કરતા પોતે સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું જણાયું હતું. ફરિયાદીએ શરૂઆતમાં સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરી હતી. ત્યારબાદ 19મી એ મરોલી પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

Advertisement
error: Content is protected !!