સુરતના પલસાણા અને ડાંગના વઘઈ વિસ્તારમાંથી ગેરકાયદેસર નશાકારક તાડીના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે પલસાણા પોલીસ મથકના સ્ટાફે બાતમીના આધારે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા.તલોદરા ગામે હળપતિવાસ ફળિયામાં રહેતા મહેશ મનોજભાઈ રાઠોડ (ઉ.વ.૨૨) ને તેના ઘરની પાછળ વાડામાં પ્લાસ્ટિકની ૧૬ પોટલીઓમાં ભરેલી ૮ લિટર તાડી (કિંમત રૂ. ૧૬૦૦/-) સાથે ઝડપી લેવાયો હતો.
જયારે ઈટાળવા ગામના દસ ગાળા ફળિયામાં ખુલ્લી જગ્યામાં તાડી વેચતા સથીશ શ્રીનુ ગુનાઘંટી (ઉ.વ. ૩૦) ને ૯ લિટર તાડી (૧૮ પોટલી, કિંમત રૂ.૧૮૦૦/-) સાથે રંગેહાથ પકડવામાં આવ્યો હતો. આ બંને કિસ્સામાં પલસાણા પોલીસે ગુનો દાખલ કર્યો છે.ત્રીજા બનાવમાં ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન ટકલી ખાડી રેલ્વે ફાટક પાસે એક શંકાસ્પદ ઈસમને ઝડપી પાડ્યો હતો. આરોપી નાનાપાડા ગામનો રહેવાસી સોનીરાવભાઈ ગંગાભાઈ મુંડકર (ઉ.વ.૪૭) તેની પાસેથી બે પ્લાસ્ટિકની બોટલોમાં ભરેલી આશરે ૪ લિટર તાડી મળી આવી હતી. આ ત્રણેય જુદીજુદી કામગીરી શુક્રવાર, ૨૦ માર્ચ ૨૦૨૬ના રોજ કરવામાં આવી હતી.

