Explore

Search

March 8, 2026

Contact us -7820092500

IAS Coaching

Local News : એના ગામની સીમમાં નવા એક્સપ્રેસ હાઈવે પર દારૂ ભરેલો આઈશર ટેમ્પો ઝડપાયો

સુરત ગ્રામ્ય જિલ્લા LCB એ પલસાણાના એના ગામની સીમમાં નવા બનેલા એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આ કામગીરી દરમિયાન એક આરોપીની ધરપકડ કરી કુલ રૂ. ૩૪,૯૧,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરત ગ્રામ્ય જિલ્લા LCB પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે એક બંધ બોડીના આઈશર ટેમ્પો નંબર UP-80-GT-7389 માં મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો ભરીને નવા એક્સપ્રેસ હાઈવે પર થઈ વડોદરા તરફ જનાર છે.

આ બાતમીના આધારે પોલીસે એના ગામના ઉતરતા કટ પાસે નાકાબંધી કરી ટેમ્પોને રોકી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી વ્હીસ્કીની ૧૩,૨૦૦/ બાટલીઓ જેની કિંમત રૂ. ૧૯,૮૦,૦૦૦/-, આઈશર ટેમ્પો અને એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા રૂ. ૩૪,૯૧,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ટેમ્પો ચાલક કોજારામ હીરારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂનો જથ્થો ભરાવી આપનાર ગોપાલભાઇ બિશ્નોઇ (રહે. સાચોર, રાજસ્થાન) અને અન્ય એક ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!