Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat : કાપોદ્રા વિસ્તારમાં જૂની અદાવતને પગલે લોહિયાળ ખેલ ખેલાયો.એક યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં જૂની અદાવતને પગલે લોહિયાળ ખેલ ખેલાયો છે. કાપોદ્રા ચાર રસ્તા પાસે ગત મોડી રાત્રે બે ગુનાહિત ઇતિહાસ ધરાવતા પક્ષો સામસામે આવી ગયા હતા. જેમાં ચાર શખ્સોએ મળીને મંગલ ઉર્ફે બારીક યાદવ નામના યુવકની છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે, જ્યારે અન્ય બે યુવકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક મંગલ ઉર્ફે બારીક અને હુમલાખોરો વચ્ચે લાંબા સમયથી જૂની અદાવત ચાલી રહી હતી. કાપોદ્રા ચાર રસ્તા પાસે બંને પક્ષો એકઠા થયા ત્યારે બોલાચાલી ઉગ્ર બની હતી. હુમલાખોરોએ “તારી બહુ ચરબી વધી ગઈ છે” તેમ કહી ઉશ્કેરાઈ જઈ મંગલ પર છરી વડે તૂટી પડ્યા હતા. મંગલને બચાવવા વચ્ચે પડેલા અન્ય બે મિત્રોને પણ ચપ્પુ વાગતા તેઓ લોહીલુહાણ થયા હતા. આ હત્યાકાંડમાં કરૂણતા એ છે કે, મૃતક મંગલ ઉર્ફે બારીક યાદવ વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સામે પક્ષે હત્યા કરનાર આરોપીઓ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. છરીના ઉપરાછાપરી ઘા વાગવાથી મંગલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઘટનાની ગંભીરતા જોઈ કાપોદ્રા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને દબોચી લીધા છે. જેમાંથી બે આરોપીની સુરતથી અને અન્ય બે આરોપીની સુરેન્દ્રનગરથી ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!