Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat : ખોટા દસ્તાવેજોના આધારે બેંકમાંથી હોમ લોન લઇને 1.97 કરોડની ઠગાઇ કરવાના કેસમાં ફરાર આરોપી ઝડપાયો

વડોદરા શહેરમાં ખોટા દસ્તાવેજોના આધારે બેંકમાંથી હોમ લોન લઇને 1.97 કરોડની ઠગાઇ કરવાના કેસમાં ફરાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સુરતમાંથી ઝડપી લીધો હતો.

પોલીસે જણાવ્યું કે 2025ના વર્ષમાં ગોરવા પોલીસ સ્ટેશનમાં બેંકમાં ખોટા દસ્તાવેજોના આધારે 1.97 કરોડની હોમ લોન મેળવી ઠગાઇ કરવાનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં કેટલાક આરોપી પોલીસથી બચવા ફરાર થઇ ગયા હતા.દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીઓની શોધખોળ આદરી હતી જેમાં વોન્ટેડ રહેલો એક આરોપી ધર્મેન્દ્ર વૃંદાવનભાઇ વાઘેલા સુરતમાં છુપાયેલો છે જેથી પોલીસની એક ટીમ સુરત પહોંચી હતી.પોલીસે તપાસ કરતાં ધર્મેન્દ્ર તેની બાઇક રેપીડો, ઓલા તથા ઉબેર સર્વિસમાં ફેરવતો હોવાનું અને તે અવાર નવાર સુરતના મોટા વરાછા લજામણી ચોક ખાતે આવતો હોય છે જેથી પોલીસે લજામણી ચોક પાસે વોચ ગોઠવીને ધર્મેન્દ્રને ઝડપી પાડ્યો હતો. પોલીસ ધર્મેન્દ્રની અટકાયત કરીને વડોદરા લાવી છે અને સમગ્ર કેસમાં તેની ઉંડી પૂછપરછ શરુ કરી છે. છેલ્લા એક સપ્તાહમાં આ કેસમાં ફરાર રહેલા 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે તે નોંધનીય છે.

Advertisement
error: Content is protected !!