ગાંધીનગરઃ ડભોડાના રાયપુર ગામમાંથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલી 9 વર્ષની બાળકીની પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી હાલતમાં લાશ મળતાં ચકચાર મચી ગઈ હતી. બાળકીની લાશ મળતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
રાયપુર ગામના રામાપીર વાળા વાસમાં રહેતી 9 વર્ષની બાળકી 12 નવેમ્બરે ગુમ થઈ ગઈ હતી. બાળકી ન મળતાં તેના પિતાએ કોઈ અજાણ્યો વ્યક્તિ તેને અપહરણ કરીને લઈ ગયો હોવાની શંકા સાથે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે બાળકીની શોધખોળ શરૂ કરી હતી. તેમજ સોશિયલ મીડિયા પર પણ જાહેરાત કરી હતો. રાત્રે પરિવાર જે મકાનમાં રહે છે, તેની પાછળના ભાગે આવેલી એક ઓરડીના ઓટલા પરથી એક શંકાસ્પદ પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો હતો. તપાસ કરતાં, આ કોથળામાં ગુમ થયેલી બાળકીની લાશ પેક કરેલી હાલતમાં મળી આવી હતી.નાની બાળકીની હત્યા કરીને લાશને કોથળામાં છુપાવી દેવાની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી હતી. Readers should take special note: This news has been published from various reliable news sources.

