Explore

Search

December 15, 2025

Contact us -7820092500

IAS Coaching

Latest News Gujarat : માતાને સપનું આવતા બે બાળકોની ગળું દબાવીને હત્યા

નવસારીના બિલિમોરમાં એક ચોંકવાનારી ઘટના બની હતી. માતાને સપનું આવતા બે બાળકોની ગળું દબાવીને હત્યા કરી હતી. તેમજ સસરાને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો. ફિલ્મ વશ જેવી આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

શું છે સમગ્ર મામલો : નવસારી જિલ્લાના બિલિમોરા તાલુકામાં દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી રાત્રે એક મહિલાને સપનુ આવ્યું કે તારા બાળકોને મારી નાંખ. જેથી મહિલાએ જાગીને બાજુમાં સુતેલા તેના બાળકોનું ગળું દબાવી દીધુ હતું. જે બાદ તેના સસરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સસરા ભાગી છુટ્યા હતા અને બુમાબુમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. ઘરની આગળ ટોળું એકઠું થતાં મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડ્યો તો મહિલા પોતે પણ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પોલીસે મહિલાને ગળાફાંસો ખાતા અટકાવીને ઝડપી લીધી હતી અને બંને બાળકોના મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને આગળની કાર્યાવહી હાથ ધરી હતી. મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની પોલીસે તપાસ શરૂ કરી હતી. Readers should take special note: This news has been published from various reliable news sources.

Advertisement
error: Content is protected !!