સોનગઢના દસેરા કોલોની વિસ્તારમાં આવેલ ચુના ટેકરા પાસે રમણીય પાર્કની પાછળ આવેલ ઘરમાં સંતાડેલ રૂ.૧,૫૭,૪૪૦ નો પ્રોહી જથ્થો પોલીસે ઝડપી પાડી,એક મહિલાની અટક કરી હતી. જયારે પ્રોહી જથ્થો સંતાડનાર લીસ્ટેડ બુટલેગર સિકંદર ગામીતને વોન્ટેડ જાહેર કર્યો છે.
સોનગઢ પોલીસને મળેલ બાતમી મુજબ સોનગઢ રમણીય પાર્કની પાછળ આવેલ સાનુબેન દેવલાભાઈ ગામીતના ઘરે દરોડા પાડતા ઘરમાં પાસ પરમીટ વિના રાખેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પુઠાંના બોક્ષમાં તથા પ્લાસ્ટિકની કોથળીઓમાં અલગ-અલગ બ્રાંડની દારૂની બોટલો નંગ-૧૧૭૬ કુલ રૂ.૧,૫૭,૪૪૦ નો દારૂ કબ્જે લેવામાં આવ્યો હતો. દારૂનો જથ્થો પોતાના ઘરમાં રાખનાર સાનુબેન દેવલાભાઇ ગામીતની અટક કરી હતી, જયારે દારૂનો જથ્થો સંતાડવા આપનાર લીસ્ટેડ બુટલેગર સુકનજી ઉર્ફે સિકંદર શાંતુભાઇ ગામીત (રહે.સોનગઢ શિવાજીનગર)ને વોન્ટેડ જાહેર કર્યો હતો.

