વ્યારાના છેવડી ગામના પશુપાલક ઘાસચારો લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. જેઓ નદીમાં હાથપગ ધોવા માટે ગયા હતા. તે દરમિયાન તણાઈ જતા ડુબી જવાથી મોતને ભેટ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વ્યારા તાલુકાના છેવડી ગામના નિશાળ ફળીયાના રહીશ વીરીયાભાઈ હનિયાભાઈ ગામીત(ઉ.વ.૬૫) તા.0૩-0૯-૨૦૨૫ ના રોજ સવારના આઠેક વાગે ઝાંખરી નદી કિનારે આવેલ તેમના ખેતરે ગાય-ભેંસ માટે ઘાસચારો લેવા માટે જાઉં છું કહીને એકલા ચાલતા ગયા હતા.
પરંતુ જેઓ ઘાસચારો લઈને પરત નહીં આવતા જેઓની શોધખોળ કરવા છતાં મળી આવ્યા ન હતા. પશુપાલક વીરીયાભાઈ ગામીતનો તા.0૮-0૯-૨૦૨૫ ના રોજ ઝાંખરી નદીના પાણીમાંથી ડીકંપોઝ હાલતમાં લાશ મળી આવી હતી. ખેતરે ઘાસચારો લેવા ગયેલ પશુપાલક ઝાંખરી નદીના પાણીમાં હાથપગ ધોવા માટે ગયા હશે તે દરમિયાન અચાનક પગ લપસી જતા નદીના ઉંડા પાણીમાં તણાઈ જતા ડુબી જવાથી મોતને ભેટ્યા હોવાની જાણ પોલીસ મથકે માર્થાબેન કુમારસિંગ ગામીતએ કરી હતી.સમગ્ર મામલે પોલીસ દ્વારા નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

