વ્યારા તાલુકાના ડોલારા ગામની સીમમાં ભેંસકાત્રી જતા રસ્તા પરથી પસાર થતા એક મહિન્દ્રા પીકઅપ ટેમ્પોમાં રવિવારે સાંજે વાછરડા ભરીને લઇ જવાય રહ્યા હતા. ગૌરક્ષકોને ગેરકાયદેસર રીતે થતી હોવાની શંકા જતા ટેમ્પો અટકાવ્યો હતો. તે વખતે ચાલક ટેમ્પો મુકી નાસી ગયો હતો. જેથી તરત પાછળ તપાસ કરતા ૯ વાછરડાને ક્રૂરતા પૂર્વક ખીચોખીચ રીતે ભરી ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર બાંધવામાં આવ્યા હતા.તેથી અમદાવાદ કન્ટ્રોલમાં કોલ કરી ગેરકાયદેસર રીતે ગૌવંશની હેરાફેરી થતી હોવાની જાણ કરી હતી. આ મામલે બનાવ સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા વાહન સહિત ગૌવંશ મળી કુલ રૂ.૧.૧૮ લાખનો મુદામાલ કબજે લઇ અજાણ્યા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
ભેંસકાત્રી રસ્તા પરથી ગૌવંશની હેરાફેરી કરતો પીકઅપ ટેમ્પો ઝડપી લેવાયો

