સોનગઢના મોટા બંધારપાડા ગામની એગ્રો સેન્ટરના પાછળનો દરવાજો કોઈ હથિયાર વડે તોડી નાંખી અંદર પ્રવેશી દુકાનના ગલ્લામાં મૂકેલા ખાતર વેચાણના તથા ગણપતિના ફાળાના મળી રૂપિયા ૪૫ હજારની મતાની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ગયા હોવાનો સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી વિગતો પ્રમાણે પિતાનું મોત થતા દુકાનદારે અઠવા
ડિયા સુધી દુકાન બંધ રાખી હતી. તે દરમિયાન ચોરો ત્રાટક્યા હતાં. મળતી માહિતી સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા ગામ ખાતે બંધારપાડા-ટેમ્કા રોડ ઉપર ઈરા એગ્રો સેન્ટર નામની દુકાનમાં ગત તા.૨૩મી ઓગસ્ટથી તા.૨૯મી ઓગસ્ટ દરમિયાન તસ્કરો દુકાનના પાછળના દરવાજાને કોઈ હથિયાર વડે તોડી નાંખી અંદર પ્રવેશ્યા હતા. દુકાનના ગલ્લાનું લોક તોડી તેમાંથી ખાતર વેચાણના નાણાં તથા ગણપતિના ફાળાના નાણાં મળી આશરે રોકડા રૂપિયા ૪૫ હજારની ચોરી કરી ગયા હતા. દુકાનદાર અજયભાઇ ગામીતના પિતાના મરણ પ્રસંગને લઈને દુકાન બંધ રાખી હતી, તે દરમિયાન ચોર ઇસમોએ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીના બનાવ અંગે અજયભાઈ ગામીતે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.

