Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

બિલ્ડીંગ ના સાતમા માળેથી પટકાતાં તરુણનું મોત

સુરતના પાલ ખાતે પ્રમુખ અમાયા નામની નવી બંધાતી બિલ્ડીંગ ના સાતમા માળેથી બેલેન્સ ગુમાવતા નીચે પટકાયેલા કિશોરનું મોત થયું હતું. કિશોર કાકા સાથે કન્ટ્રક્શનની સાઇટ પર ગયો હતો. દરમિયાન કાકા બિલ્ડીંગના સાતમા માળે બહારની સાઈડ પર પ્લાસ્ટરનું કામ કરી રહેલા કાકાને જોવા માટે જતી વેળાએ નીચે પટકાયો હતો.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મૂળ દાહોદના વતની અને હાલ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ ઘનશ્યામ નગરમાં ૧૬ વર્ષીય મહેશ કલુભાઈ ચારેલ પરિવાર સાથે રહેતો હતો. તેમના પિતા કલુભાઈ કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ૨૬મીએ સવારે મહેશ કાકા સાથે પાલ ખાતે પ્રમુખ અમાયા નામની નવી બંધાતી બિલ્ડીંગની કન્ટ્રક્શનની સાઇટ પર સાથે ગયો હતો. દરમિયાન તેમના કાકા બિલ્ડીંગના સાતમા માળે બહારની સાઈડ પર પ્લાસ્ટરનું કામ કરતા હતા. ત્યારે મહેશ સાતમા માળે પાળીએ આવી કામ જોતી વખતે બેલેન્સ ગુમાવતા તે નીચે પટકાયો હતો. જેથી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે સાંજે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વધુ આગળની તપાસ પાલ પોલીસ કરી રહી છે.

Advertisement
error: Content is protected !!