Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

સુમુલ ડેરીમાં ટેન્ડર વગર ફળાઉ રોપાનું કામ સોંપી દેવાતું હોવાના કૌભાંડની આશંકા

સુમુલ ડેરી (સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ)માં ટેન્ડર પ્રક્રિયા વગર ફળાઉ રોપાનું કામ સોંપવામાં પાછળ કથિત ગેરરીતિની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહીની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે રાજ્યના રજીસ્ટર અને સુમુલ ડેરીના વહીવટદારને આવેદન પત્ર આપ્યું છે.

દર્શન નાયકે પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત અને તાપી જિલ્લાની દરેક દૂધ મંડળીઓ માં ચોમાસા દરમિયાન આ સુમુલ ડેરી (સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ) ફળાઉ રોપા કેસર, રાજાપુરી, તોતાપુરી, ચીકુ – કલમ, લીંબુ કલમ, નાળિયેરીનુ વિતરણ કરે છે. એક કલમના આ મંડળીઓને સુમુલ ડેરીએ વર્ષ ૨૦૨૪માં કલમ દીઠ ૧૨૫ લેખે અને વર્ષ ૨૦૨૫માં ૧૧૦ લેખે ચુકવ્યા હતા. આ જ કામ જો જાહેર ટેન્ડર પ્રક્રિયા દ્રારા થાય તો પોતે કલમ ઉત્પાદન કરતી નર્સરીઓ દ્રારા લગભગ ૮૦ રૂપિયામાં આ કામગીરી થાય અને ગુણવત્તા યુક્ત રોપા મળી રહે તેમ છે. ફળાઉ રોપાના વિતરણમાં કથિત ગેરરીતિની રજૂઆત પ્રમાણે સુમુલ ડેરી દ્વારા ફળાઉ રોપાઓ સંબંધિત કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા વગર જ કેટલીક મંડળીઓને કામ સોંપવામાં આવ્યું છે. પહેલા અલગ–અલગ કલમો ઉત્પાદન કરતી નર્સરીઓને ટેન્ડર પ્રક્રિયા કરી આ કામગીરી સોંપવામાં આવતી હતી.

આ કામ તાપી જિલ્લાના વાલોડ તાલુકા અને સુરત જિલ્લાના મહુવા તાલુકાની ઘાસચારા મંડળીને સોંપવામાં આવ્યું છે. માહિતી મુજબ આ મંડળી પાસે પોતાની કોઈ નર્સરી નથી અને આંબા કલમ વિશેનું કોઈ જ્ઞાન કે અનુભવ પણ નથી. તેમ છતાં, આ કામ તેમને સોંપવામાં આવ્યું છે, જે સ્પષ્ટપણે ગેરરીતિ દર્શાવે છે. આ કામગીરી સુમુલ ડેરીના સંચાલકો અને વહીવટી અધિકારીઓની સાંઠગાંઠના સોંપવામાં આવી છે, જે સહકારી કાયદાના નિયમોનું ઉલ્લંઘન છે. ટેન્ડર પ્રક્રિયા વગર કામ સોંપવું એ ભ્રષ્ટાચાર અને અનિયમિતતાનું પ્રતિક છે, જેનાથી સુમુલ ડેરીના પશુપાલકો અને સભ્યોને આર્થિક નુકસાન થાય છે. આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવી જરૂરી છે.

Advertisement
error: Content is protected !!