Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest news : લોનના હપ્તાનો ચેક રિટર્ન થતાં મામલો બહાર આવ્યો,મિત્રના પાનકાર્ડથી ૧૫ લાખની હોમ લોન લઈ છેતરપિંડી

સુરતના અડાજણ રહેતા અને એકાઉન્ટિંગનું કામ કરતા ભાવિક બિપીનભાઈ જાટકીયાના પાનકાર્ડનો દુરુપયોગ કરી રૂ.૧૫ લાખની હોમલોન મેળવી તેના જૂના અને વિશ્વાસુ એવા મિત્ર ઓમ જયંતિભાઈ પ્રજાપતિએ જ છેતરપિંડી આચરી છે. લોનના હપ્તાનો ચેક રિટર્ન થતાં મામલો બહાર આવ્યો હતો. ચેક રિટર્ન થતાં ભાવિકને બેંકમાંથી કોલ આવ્યો હતો. રૂ.૧૫ લાખની લીધેલી લોનમાં બેંકમાં ગેરેન્ટર તરીકે ભાવિકનું નામ હોવાથી જાણ કરવામાં આવી હતી. બેંકમાં પોતાનું નામ સાક્ષી તરીકે અને બેંકમાં પોતાની બોગસ સહી હોવાનું બહાર આવતાં જ ભાવિક ચોંકી ઉઠયો હતો. ભાવિક જાટકીયાએ વેસુ પોલીસ મથકમાં ઓમ પ્રજાપતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Advertisement
error: Content is protected !!