કુકરમુંડાની સીમ માંથી પસાર થતી તાપી નદીના કાવઠા પુલ ઉપરથી ૩૬ વર્ષીય યુવાને મોટરસાઈકલ પુલ ઉપર થોભાવીને તાત્કાલિક નદીમાં કૂદકો મારી આત્મહત્યા કરતા મથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.બનાવને લઈને પોલીસ દ્વારા તપસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તળોદા તાલુકાના તળોદા ગામના રહીશ જીજાબરાવ ધનરાજ પવાર ગત તા. ૨૫-0૮-૨૦૨૫ ના રોજ પોતાના ઘરેથી દૂધ લેવા જાઉં છું કહીને મોટરસાઈકલ લઈને નીકળ્યો હતો. યુવાન કુકરમુંડાના તાપી નદીના કાવઠા પુલ ઉપર પોતાની મોટરસાઈકલ થોભાવી અચાનક તાપી નદીમાં છલાંગ લગાવી હતી. યુવાનનું તાપી નદીના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હોય થતા જેનો મૃતદેહ મળી આવતા ઘટના અંગે પોલીસ મથકે સુનિલ સંતોષ નિકુંભેએ જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

