નિઝર તાલુકાના વેલદા ગામના ગાંધીનગર ફળિયાના રહીશ દિનેશભાઈ દિલીપભાઈ પાડવીને તેની પત્ની સાથે રીતેશ નાઇક નામના યુવાનનો આડાસંબંધ હોવાનો વહેમ હતો. જેની શંકામાં તા.૨૪ના રોજ ગામના ગાંધીનગર ફળિયામાંથી પસાર થતી નદીના કિનારે રીતેશને બોલાવી તેના માથાના પાછળના ભાગે તથા ગળાના ભાગે, છાતીના ભાગે હથોડી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. યુવાનને છોડાવવા વચ્ચે પડેલ ગણપતભાઈ નાઈકને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, હુમલો કરનાર દિનેશ પાડવી સામે નિઝર પોલીસ મથકે ગણપતભાઈએ ફરિયાદ કરી હતી.
Latest news tapi: પત્ની સાથે અન્ય યુવાનનો આડાસંબંધ હોવાનો વહેમ રાખી જીવલેણ હુમલો

