Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Surat : 10 ફૂટ ઉપરથી નીચે પટકાતા કામદારનું મોત,સીડી ઉપર ચઢી પિલરમાં કોથળા બાંધતી વેળા ઘટના બની

સિટીલાઇટ રોડ ખાતે રાજહંસ ગોલ્ડફિલ્ડ નામની નવી બંધાતી કન્ટ્રક્શનની સાઈટ પર સીડી ઉપર ચઢી પિલરમાં કોથળા બાંધતી વેળાએ ૧૦ ફૂટ ઉપરથી નીચે પટકાયેલા કડિયા કામદારનું માથામાં ગંભીર ઈજાને પગલે સારવાર દરમિયાન મોત થયું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વતની અને હાલ વેસુ સિટીલાઇટ ખાતે રાજહંસ ગોલ્ડ ફિલ્ડ નામની નવી બંધાતી કન્ટ્રક્શનની સાઈટ પર ૩૦ વર્ષીય રવિન્દ્ર શાંતુભાઇ વસાવા રહેતો હતો અને ત્યાં જ સાઈટ પર કડિયા કામ કરી વતનમાં રહેતા પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો.

ગત ૧૭મી બપોરે રવિન્દ્ર કન્સ્ટ્રકશનની સાઈટ પર સીડી ઉપર ચઢી પિલરમાં કોથળા બાંધતો હતો. દરમિયાન નીચેથી સીડી પડી જતા રવિન્દ્ર ૧૦ ફૂટ ઉપરથી નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે આજે સવારે રવિન્દ્રનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વધુ આગળની તપાસ વેસુ પોલીસ કરી રહી છે.

Advertisement
error: Content is protected !!