Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Surat : ખાડાને કારણે બાઇક સ્લીપ થતાં પિતાનું મોત, પુત્રનો બચાવ

વેલંજા બંગાળ ગામ નહેર પાસે આગળ ખાડો આવતા બાઈક સ્લીપ થઈ પિતા-પુત્રને અકસ્માત નડ્યો હતો. બાઈક પાછળ બેસેલા પિતાનું ગંભીર ઈજાને પગલે સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે પુત્રનો બચાવ થયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ વેલંજા ગામમાં આવેલ રામવાટીકા સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષીય મનુભાઈ દેવજીભાઈ કામાણી હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. તેઓને સંતાનમાં બે પુત્ર છે. સવારે મનુભાઈ પુત્ર હરેશ સાથે બાઈક ઉપરનું કામ પર જવા નીકળ્યા હતા. દરમિયાન પુત્ર હરેશભાઈ ચલાવતો હતો અને મનુભાઈ પાછળ બેસેલા હતા. ત્યારે વેલંજા બંગાળ ગામ નહેર પાસે આગળ ખાડો આવતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જેથી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મનુભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં મનુભાઈનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે વધુ આગળની તપાસ ઉત્રાણ પોલીસ કરી રહી છે.

Advertisement
error: Content is protected !!