Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Trending News: ક્રાઈમ બ્રાંચે ભેસ્તાન વિસ્તારમાંથી દેશી તમંચા સાથે રીઢા ગુનેગાર ઝડપાયો

ક્રાઈમ બ્રાંચે ભેસ્તાન વિસ્તારમાંથી દેશી તમંચા સાથે રીઢા ગુનેગારને પકડી પાડયો હતો.મળતી વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાંચની ટીમ આગામી ગણેશ મહોત્સવને લઇ પેટ્રોલિંગમાં હતી ત્યારે દેશી તમંચો લઇને ફરતા આરોપી અંગે બાતમી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હીરા ઉર્ફે આકાશ અમરનાથ નિષાદ (રહે. સાઇ દર્શન એપાર્ટમેન્ટ, ભેસ્તાન)ને ભેસ્તાન ચંડાળ ચોકડી પાસેથી પકડી પાડયો હતો.

પોલીસે તેની પાસેથી લોખંડની ધાતુનો હાથ બનાવટનો દેશી તમંચો કબજે લીધો હતો. આ મામલે ક્રાઈમ બ્રાંચે આર્મ્સ એક્ટ અન્વયે ગુનો દાખલ કર્યો હતો. આરોપી મારામારી અને પ્રોહિબિશનના ચાર ગુનાનો ઇતિહાસ ધરાવે છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, પોતે નશો કરવાની કુટેવ ધરાવે છે. ડિંડોલીમાં નશો કરવા જતો હતો ત્યારે અજાણ્યા યુવકને નાણાંની જરૂરિયાત હોય તેને પોતાની પાસે રહેલો તમંચો ૨ હજારમાં વેચાણથી આપ્યો હતો. હીરા ટેમ્પો ડ્રાઈવર છે. પોલીસે ૫ હજારનો તમંચો કબજે લીધો હતો.

Advertisement
error: Content is protected !!