Explore

Search

May 12, 2026

Contact us -7820092500

IAS Coaching

પરણિતા પર ગેંગરેપ બાદ હત્યા

ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેર પણ તેમાંથી બાકાત નથી. સાતમી ઓગસ્ટના 24 કલાકમાં ચાર શંકાસ્પદ મૃતદેહો મળ્યા હતા, જેમાંથી એક ઘટનાએ આખા શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે.એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે એક કોમ્પ્લેક્સના ધાબા પરથી એક પરણિત મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. તપાસ કરતા આ ઘટના ગેંગરેપ અને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે મૃતક મહિલાના પરિવારની શંકાના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ ચકાસતા એક યુવક રાત્રે મહિલાને ધાબા પર લઈ જતો જોવા મળ્યો. બાતમીદારોની મદદથી આ યુવકની ઓળખ પ્રકાશ પરમાર તરીકે થઈ હતી.પોલીસે પ્રકાશની કડક પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું કે જુમ્મા ભાદાણી અને અન્ય ત્રણ લોકો સહિત કુલ પાંચ ઈસમે સાથે મળીને મહિલા પર ગેંગરેપ કર્યો અને ત્યારબાદ તેની હત્યા કરી હતી. આ ઘટના બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.બસ સ્ટેન્ડ જેવી ભરચક જગ્યાએ રાત્રે આ પ્રકારની ઘટના બનવાથી પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થયા હતા. આ ગુનાને કારણે લોકોમાં ભારે ગુસ્સો પણ જોવા મળ્યો હતો.ડીવાયએસપી નિકુંજ પટેલે જણાવ્યું કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે એક આરોપીને પકડી પાડ્યો હતો અને તેની પૂછપરછમાં અન્ય આરોપીઓના નામ ખુલ્યા હતા. હાલમાં ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!