સુરેન્દ્રનગર સબ જેલમાં બેરેક નંબર-2માં રહેલ કેદીઓની અંગજડતી સ્ટાફ દ્વારા કરાઈ હતી. જેમાં હત્યા કેસમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા શખ્સ પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. આ બનાવમાં પ્રીઝન એકટની કલમો સાથે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર સબ જેલમાંથી મોબાઈલ ઝડપાયો છે. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ જેલર જી.આર.વણઝારાની સુચનાથી સ્ટાફના જયદીપસીંહ સહિતનાઓએ કેદીઓની તપાસ હાથ ધરી હતી. જેમાં જેલના બેરેક નંબર-2માં કેદીઓની અંગ જડતી કરાતા જેલમાં હત્યા કેસના આરોપી અને કાચા કામના કેદી તરીકે તા.2-2-25થી જેલમાં રહેલા રસુલ નથુભાઈ ડફેર પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. આથી રસુલ ડફેર અને તપાસમાં ખુલે તે તમામ સામે જેલરે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,જેલમાં અવારનવાર મળતી પ્રતીબંધીત વસ્તુઓમાં પોલીસ ફરિયાદ થાય છે. પરંતુ તેમાં ઉંડાણપુર્વક તપાસ થાય તે જરૂરી છે. આ કેસમાં રસુલ ડફેર પાસે મોબાઈલ કયારે અને કોની દ્વારા આવ્યો તે સહિતના નામોખુલે અને પોલીસ તેની સામે કાર્યવાહી કરી તો આવા બનાવો બનતા અટકી શકે તેમ છે.


