Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest news: કન્ટ્રક્શન સાઇટના 3જા માળેથી નીચે પટકાતા મજૂરનુ મોત

સુરતના રાંદેરમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે, કન્ટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાતા શ્રમિકનું મોત થયું છે, સેન્ટિંગનું કામ કરતી વખતે શ્રમિક નીચે પટકાતા મોત થયું છે, બાંધકામ સાઇટ પર સેફ્ટી વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ પણ અન્ય શ્રમિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, કોન્ટ્રાક્ટ સામે કાર્યવાહીની પરિવારની માગ છે અને રાંદેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

મળતી વિગતો અનુસાર સુરતમાં કન્ટ્રક્શન સાઇટના 3જા માળેથી નીચે પટકાતા મજૂરનુ મોત થયું છે, હરી મોહન નામના શ્રમિકનું મોત થયું હોવાની વાત સામે આવી છે, હરી મોહન સેન્ટીંગનું કામ કરતા કરતો હતો અને તે દરમિયાન સેફટીના સાધનો પહેર્યા ન હતા અને તેના કારણે મોત થયું છે, કોન્ટ્રાક્ટર દ્વારા નજીકના કોઈ હોસ્પિટલ કે દવાખાનામાં લઈ જવામાં આવ્યો હોત તો શ્રમિક બચી પણ શકયો હોત તેવો આક્ષેપ પરિજનો લગાવી રહ્યાં છે,રાંદેર વિસ્તારમાં બંબાગેટ પાસે ચાલી રહેલા બાંધકામ દરમિયાન બની ઘટના રાંદેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Advertisement
error: Content is protected !!