Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા,યુવતીના પિતાએ જ દીકરી અને તેના પતિનું અપહરણ કર્યુ

સુરતના કાપોદ્રામાંથી પ્રેમલગ્ન કરનાર દંપતિનું અપહરણ થયું હતું. પ્રેમલગ્ન કરનાર દંપતિનો અપહરણ બાદ છૂટકારો થયો છે. સાત મહિના પેહલા યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. આ યુવતીના પિતાએ જ દીકરી અને તેના પતિનું અપહરણ કર્યુ હતું. પિતાએ દીકરીએ કરેલ પ્રેમલગ્નનું દુઃખ સહન ન થતા અપહરણ કરાવ્યું હતું. પોલીસે આ ગુના સાથે સંકરળાયેલા કુલ સાત આરોપીઓની પંચમહાલથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ છે.

મળતી વિગતો પ્રમાણે કાપોદ્રા અપહરણ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. કાપોદ્રા વિસ્તારમામાંથી પતિ-પત્નીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આશરે 7 મહિના પેહલા યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને પતિ પત્ની કાપોદ્રા રવિ પાર્ક સોસાયટીમા રહેતા હતા. યુવતીના પિતાએ અન્ય લોકો સાથે મળી દીકરી અને તેના પતિનું અપહરણ કરાવ્યું હતું. બંનેને માર મારી કારમાં અપહરણ કરી પંચમહાલ તરફ લઈ ગયા હતા. પિતાને દીકરીએ કરેલ લવ મેરેજ બાબતે દુઃખ થતા અપહરણ કરવ્યું હતું. કાપોદ્રા પોલીસે સીસીટીવી અને મોબાઈલ લોકેશનના આધારે તેમને પંચમહાલ જિલ્લામાંથી પકડી પાડ્યા છે.પોલીસે આ અપહરણ સાથે જોડાયેલી યુવતિના પિતા સહિત કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અપહરણ કરવામાં આવેલ બંને પતિ-પત્નીને પોલીસ દ્વારા મુક્ત કરાવવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસ દ્વારા આ સાતેય આરોપીની ધરપકડ કરી ઘટનાનું રિકન્ટ્રકશન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આ ઘટનાના આરોપીઓની સાથે પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં શરૂ કરી છે.

Advertisement
error: Content is protected !!