દાહોદની SBI બેંકમાં 22.79 કરોડનું લોન કૌભાંડ સામે આવ્યું છે, જેમાં દાહોદમાં આવેલી બેંકની બન્ને બ્રાન્ચમાં લોન કૌભાંડ સામે આવ્યું છે, પોલીસે તત્કાલીન મેનેજરે ગુરમીતસિંહને ઝડપ્યો છે અને પોલીસે સાત જેટલા લોકોની ધરપકડ કરી છે. તત્કાલીન મેનેજરે 22.79 કરોડની લોન મંજૂર કરી હતી.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો તત્કાલીન મેનેજરે બોગસ પગાર સ્લીપ અને દસ્તાવેજોના આધારે લોન મંજૂર કરી હતી, આ સમગ્ર ઘટનામાં 2 બેંક મેનેજર અને 2 એજન્ટ સહિત 31 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ઝડપાયેલ મુખ્ય આરોપી ગુરમીતસિંહ વર્ષ 2022 થી 2024 સુધી બ્રાંચમાં મેનેજર હતા અને તેમની મદદથી આ કૌંભાડ આચરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. 19 જેટલા અરજદારોને 22.79 કરોડની લોન મંજૂર કરી બેંક સાથે છેતરપિંડી કરી હોવાની વાત સામે ઈઆી છે.દાહોદની સ્ટેશન રોડની બ્રાંચમા પણ 10 જેટલા વ્યક્તિઓને નિયમ વિરૂદ્ધ જઈ 8.27 લાખની લોન આપી હોવાની પણ વાત સામે આવી છે, પોલીસે ગુનો નોંધીને મોડી રાત્રે મુખ્ય આરોપીને ઝડપી પાડયો છે. તે જ રીતે GLK ટાવર આવેલી બીજી એસબીઆઈ બ્રાન્ચના મેનેજર મનીષ વામનરાવ ગવલેએ એજન્ટો સાથે મળી 10 જેટલા લોકોને ઓફ પેપર શિક્ષક અને GRTC કર્મચારી બતાવી 82.72 લાખની લોન મંજૂર કરી. ઝડપાયેલા એજન્ટો બોગસ કાગળના આધારે લોન મંજૂર કરાવતા હોવાની વાત સામે આવી છે.

