Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

મહારાષ્ટ્રના યુવકની ઓલપાડમાં હત્યા

સુરતના ઓલપાડ તાલુકામાં વધુ એક હત્યા થયાનો કિસ્સો સામે આવ્યો છે.સોશક ગામ પાસેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો. મૃતક મૂળ મહારાષ્ટ્રનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મૃતકનું નામ સંતોષ કોકરે હોવાનું તપાસ દ્વારા જાણવા મળ્યું છે. મૃતકનો દીકરો સુરતના ચોક બજારમાં રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકે પોતાના જ દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર મામલે પોલીસે વદુ તપાસ હાથ ધરી છે. આવી ધમકી આપ્યા બાદ સંતોષ કોકરે નામના યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચવા પામી છે. મૃતકે પોતાના જ દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેની ખબર પડતા પોલીસે સંતોષ કોકરેના પુત્રની પુછપરછ હાથ ધરી હતી. પોલીસે મૃતકના મતદેહને પીએમ અર્થે માકલીને કાર્યવાહી હાથ ધરી હતી.મૃતક સંતોષ કોકરે રાયગડ મહારાષ્ટ્રથી સુરત ટ્રેનમાં આવ્યો હતો અને ત્યાંથી તે રિક્ષામાં બેસી ઓલપાડના ઓરમાં ગામ ખાતે ભાણેજના ઘરે આવી રહ્યો હતો. ઓલપાડ પોલીસે મૃતદેહનો કબજો લઈ સુરત સિવિલ ખાતે પીએમ માટે ખસેડ્યો હતો. યુવકની હત્યા કોણે કરી અને શું કામ કરી તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ચક્રો ગતિમાન કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!