Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

પલસાણાના માખીગા ગામે ટ્રાવેલ્સ બસમાંથી ૧૩.૯૭ લાખના વિદેશી દારૂ સાથે ત્રણ ઇસમો ઝડપાયા

સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે પલસાણા તાલુકાના માખીગા ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઇવે ૪૮ પરથી પસાર થતી એક ટ્રાવેલ્સ બસમાંથી ૧૩.૯૭ લાખના વિદેશી દારૂ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ, સેલવાસથી ટ્રાવેલ્સ બસમાં વિદેશી દારૂ ભરી પસાર થતી હોવાની બાતમી મળતા એલ.સી.બી. પોલીસની ટીમે પલસાણાના માખીગા ગામ પાસે નેશનલ હાઇવે ૪૮ પરના ટી સ્ટોલની સામે આ બસને ઊભી રખાવી તપાસ કરી હતી.

બસની ડીકીમાં વેસ્ટ પ્લાસ્ટિકની આડમાં સંતાડેલી ૧૩,૬૭,૯૦૪/-ની કિંમતની વિદેશી દારૂની ૪,૩૨૦ બોટલ મળી હતી. જેથી પોલીસે ૨૫ લાખની લક્ઝરી બસ, ૩ મોબાઇલ કિંમત ૧૫૦૦૦, પ્લાસ્ટિક વેસ્ટ રૂ. ૪૫૬૩૮ મળી કુલ ૩૯,૨૮,૬૪૨/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસે સુનીલ સુરેશભાઈ સરવૈયા (ઉ.વ.૨૯, રહે.શિવ સાગર સોસાયટી, રાજકોટ, મૂળ રહે. ગોંડલ), હાર્દિક રાજતિલકદાસ ગોંડલિયા (ઉ.વ.૨૬, રહે.ધર્મનગર રાજકોટ, મૂળ રહે.પોરબંદર) તથા તુશાર મનસુખ ચૌહાણ (ઉ.વ.૨૨, રહે.મફતીયા પરા ચોટીલા)ને પોલીસે ઝડપી પાડયા હતા. સેલવાસ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપનાર ટેમ્પો ચાલક અને ત્રણ મજૂર તથા બસના માલિક આશિષભાઈ ધાંધલ (રહે.રાજકોટ)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!