Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

મોટા બોરસરા ગામે મનમાં ખોટું લાગી આવતાં પતિનો આપઘાત

સુરત જિલ્લાના ઓટા મોટા બોરસરા ગામામાં પત્ની સાથે બોલાચાલી થતાં મનમાં લાગી આવતા પતિએ ફાંસો ખાઈ આપઘાત કરી લેવાનાં મામલે કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

મળતી માહિતી મુજબ, મોટા બોરસરા ખાતે રિધ્ધી પેલેસમાં રહેતા ૨૯ વર્ષીય દીપક સુરજભાન ચૌહાણ કંપનીમાં નોંકરી કરતા હતા. જોકે દીપક મોબાઈલ ફોન પર તેની પત્ની સાથે વાત કરી રહ્યો હતો. જે દરમ્યાન બંને વચ્ચી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાનાં કારણે દીપકને મનમાં લાગી આવતા તેણે પોતાનાં રૂમમાં પંખા સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવી લીધો હતો. બનાવ અંગે કોસંબા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

Advertisement
error: Content is protected !!