Explore

Search

May 12, 2026

Contact us -7820092500

IAS Coaching

બોરીયાચ ટોલનાકા પાસેથી ટેમ્પોમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો

નવસારી રૂરલ પોલીસ સ્ટાફના માણસો પ્રોહિબીશનની કામગીરી માટે પેટ્રોલીંગમાં હતો તે વખતે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિક્રગઠના વાડા રોડના અક્ષર એન્ટરપ્રાઈઝના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી પીકઅપ ટેમ્પોમાં વિદેશી દારૂ ભરી સુરત લઈ જવામાં આવી રહ્યો છે.

જેના આધારે પોલીસ સ્ટાફે બોરીયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ૮૬૪ કિંમત ૨.૫૨ લાખના જથ્થા ભરેલ ટેમ્પો સાથે તેના ડ્રાઇવર સતિષ નથુભાઇ પાટીલ (ઉ.વ.૪૬., રહે.ભીસેનગર, કાસાગાવ, તા. દહાણુ, જિ. પાલઘર, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી ઇંગ્લિશ દારૂ અને ટેમ્પો મળી રૂ.૯.૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂના ગુન્હામાં ઈંગ્લિશ ભરાવનાર અક્ષર એન્ટરપ્રાઈઝ ટ્રાન્સપોર્ટના એક ઇસમ તેમજ મંગાવનાર સુરતના પુણા પાટીયા વિસ્તારમાં રહેતા હરીશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ અંગે નવસારી રૂરલ પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!