Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

માંડવી પોલીસની કામગીરી : સાત જુગારીઓને રૂપિયા ૧.૩૩ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

માંડવીના ઘંટોલી ગામના ગામફળીયા સીમમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી, તીન પત્તીનો જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડડ્યા છે. આમ, પોલીસે દાવ પરના રોકડા રૂ.૮,૦૭૦ અને અંગજડતીમાંથી મળેલા રોકડા રૂ.૬,૭૦૦ મળી કુલ રૂ.૧૪,૭૭૦ની રોકડ, રૂ.૩૮,૫૦૦ની કિંમતના ૬ મોબાઈલ ફોન અને રૂ.૮૦,૦૦૦ની કિંમતના ૩ મોટરસાયકલ તેમજ ગંજીપાના મળી કુલ રૂ.૧,૩૩,૨૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જોકે પોલીસે જગ્યા પરથી અરૂણભાઈ કસાભાઈ ચૌધરી (રહે.કાકડવા, ટાંકી ફળીયુ, તા.માંડવી), આનંદભાઈ છગનભાઈ જોગી (રહે.માંડવી, નાયકાવાડ, તા.માંડવી), રોશનભાઈ કિશનભાઈ ચૌધરી (રહે. કાકડવા, નિશાળ ફળિયું, તા.માંડવી), વિજયભાઈ ઈશ્વરભાઈ વસાવા (રહે.ઘંટોલી, ધાંચી ફળીયુ, તા.માંડવી), જીતુભાઈ લક્ષ્મણભાઈ વસાવા (રહે.ઘંટોલી, ટેકરી ફળીયુ, તા.માંડવી), કૈલાશભાઈ દિલીપભાઈ સાળુંકે (રહે. માંડવી, અંબાજીરોડ, તા.માંડવી), અને જયદિપભાઈ શૈલેષભાઈ ચૌધરી (રહે.ઘંટોલી, ગામ ફળીયુ, તા.માંડવી)ને જુગાર રમતા દબોચી લીધા હતા.

 

Advertisement
error: Content is protected !!