Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

નાંદોદ તાલુકાનાં એક ગામની યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બનતા પથકમાં ચકચાર મચી

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં એક ગામની યુવતીને ધોળીવાવ ગામના બે યુવકોએ મારમારી સામુહિક દુષ્કર્મ આચરતાં ચકચાર પંથકમ ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, એક યુવતી ગત તારીખ ૦૯ જુલાઈ નાંરોજ સાંજના આશરે આઠ વાગ્યાના અરસામાં રાણીપુરા બસ-સ્ટેન્ડ ઉપરથી રોડના સામા કિનારે ધોળીવાવ તરફ જતા રસ્તા ઉપર જતા હતા.

ત્યારે આરોપીઓ પ્રફુલ લાલા વસાવા અને સુમિત સુરેશ વસાવા બંને (રહે.ધોળીવાવ ગામ, તા.નાંદોદ) ત્યાં આવી પોતાની મોટરસાઈકલ ઉભી રાખી પોતાનો એક સમાન ઈરાદો પાર પાડવા સારૂં જબરદસ્તીથી યુવતીનું મોંઢુ દબાવી તેઓની મોટરસાયકલ ઉપર વચ્ચે બેસાડી દઈ રાણીપુરા બસ સ્ટેડ અને રાણીપુરા ગામ વચ્ચેની કેનાલ ઉપર લઈ જઈ યુવતીને ઢીકપાટુનો મારમારી બંને આરોપીએ દુષ્કર્મ ગુજારી ગુન્હો કર્યો હતો. તે બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ સામુહિક દુષ્કર્મનો ગુનો દાખલ કરાયો હતો. બંને યુવકની પોલીસે અટકાયત કરી હતી. આમ, પોલીસ ઈન્સપેક્ટર રાજપીપલા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

Advertisement
error: Content is protected !!