Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi : ટ્રેડિંગમાં સારો ફાયદો કરી આપીશું તેવું કહી વેપારી સાથે છેતરપિંડી

વાલોડમાં કરિયાણાની દુકાન ચલાવતા કમલેશભાઈ શંકરભાઈ સુથાર (ઉ.વ.૪૨)ઓની સાથે ગત તારીખ ૨૩/૦૫/૨૦૨૫ થી લઈ તારીખ ૧૮/૦૬/૨૦૨૫ દરમિયાન એક અજાણી મહિલા અને સંદિપ સુરા નામની વ્યક્તિએ ઓનલાઈન છેતરપિંડી કરી રૂપિયા ૪,૬૧,૭૦૦/- પડાવી લેવાનો બનાવ બન્યો છે. જેમાં કમલેશભાઈ સુથારને અજાણી મહિલા અને તેની સાથેના વ્યક્તિએ ફોનથી એન્જલ ઓન ડિમેટ એકાઉન્ટમાંથી ટ્રેડિંગ કરી સારો ફાયદો કરી આપીશું તેવું કહી ડિમેટ એકાઉન્ટમાં જમા રૂપિયા ૧,૦૦,૦૦૦/- ઓનલાઈન ટ્રેડિંગમાં વાપરી નાંખ્યા હતા.

ત્યારબાદ બીજું ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે તેવું કહી કમલેશભાઈના આધારકાર્ડ, પાનકાર્ડ મેળવી યુપીઆઈ સ્કેનર મારફતે વધુ રૂપિયા ૨,૧૦,૭૦૦/- અને ત્યારબાદ આરટીજીએસથી રૂપિયા ૧,૫૧,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪,૬૧,૭૦૦/- કમલેશભાઈનાં બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતા પોલીસે કમલેશભાઈ સુથારની ફરિયાદનાં આધારે અજાણી મહિલા અને સંદિપ સુરા નામની વ્યક્તિ સામે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!