નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી બ.ક.ઠાકોર પ્રાથમિક શાળા ક્રમાંક 086 માં આજરોજ તારીખ 08/07/2025 મંગળવાર ના રોજ વોટીંગ મશીન એપ્લિકેશન દ્વારા બાળ સંસદની ચૂંટણી યોજાઈ જેમાં આપણી સાઇડિંગ ઓફિસર તરીકે ધોરણ આઠની વિદ્યાર્થીની સાવલિયા મીરા આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ધોરણ 7ની વિદ્યાર્થીની કાછડીયા ગુંજન પોલિંગ ઓફિસર તરીકે ધોરણ 8 ની વિદ્યાર્થીની પઢીયાર સાક્ષી સોલંકી મમતા અને નકુમ ક્રિશા ફરજ બજાવી હતી તેમજ પોલીસ તરીકે ધોરણ 8ની વિદ્યાર્થીની ચૌધરી ક્રિષ્ટીના આર્મી તરીકે ધોરણ 7ની વિદ્યાર્થીની લક્ષ્મી બીએલઓ તરીકે ધોરણ 8 ની વિદ્યાર્થીની મકવાણા હર્ષિતા ભૂમિકા નિભાવી હતી.
ધોરણ 6થી 8ના કુલ 151 વિદ્યાર્થીઓમાંથી 142 વિદ્યાર્થીનીઓએ મતદાન કર્યું હતું જેમાં ધોરણ 8ની વિદ્યાર્થીની રિદ્ધિ ઢાપા એ 75 મતદાનથી વિજેતા થયા હતા શાળાના ધોરણ 6 ના વર્ગ શિક્ષક સંજયકુમાર વી બલર ના માર્ગદર્શનથી તેમજ શાળાના અન્ય શિક્ષકોના સહકારથી કાર્યક્રમ ખૂબ સારી રીતે પાર પડ્યો હતો.

