Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest Update : અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાઓમાં આવતીકાલે અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત પણ વરસાદનું જોર વધ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બુધવારે  નર્મદા અને તાપી જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરાયું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી તારીખ 27થી 29 જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. તારીખ 30 જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને તારીખ 01 જુલાઈનાં રોજ નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

Advertisement
error: Content is protected !!