Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi: ગ્રામપંચાયતોની ચૂંટણીમાં પેટા અને સામાન્ય બંને બેઠકોમાં તાપી જિલ્લામાં ૭૦.૬૩% મતદાન સાંજે ૫ કલાક સુધી નોંધાયું

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા ગ્રામ પંચાયતોના ચૂંટણી કાર્યક્રમ અન્વયે તાપી જિલ્લાના કુલ ગ્રામ પંચાયતો માટે સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે આજે રવિવાર, તા. ૨૨/૦૬/૨૦૨૫ના રોજ સવારે ૭:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધી મતદાન યોજાયું હતું. તાપી જિલ્લામાં તમામ ગ્રામ પંચાયતોનું સરેરાશ મતદાન ૭૦.૬૩ થયું હતું.

પેટા અને સામાન્ય ચૂંટણી બંને મળી સ્ત્રી મતદારો માં ૭૦.૯૭ અને પુરુષ મતદારોમાં ૭૦.૨૯ ટકા મતદાન સાંજે ૫ કલાક સુધી નોંધાયું હતું. સાંજે ૬ વાગ્યા પછી પણ મતદારોની કતાર હોવાથી કેટલાક બુથ પર મતદાન પ્રક્રિયા લંબાઈ હતી.

જિલ્લામાં વરસાદી વાતાવરણ અને ખેડૂતોના ખેતી કાર્યોની વ્યસ્તતા છતાં પણ મતદારોમાં લોકશાહી પ્રત્યે જાગૃત ભાવના સાથે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે મતદાન શરૂ થતાની સાથે જ વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારોમાં હાજરી નોંધાઈ હતી. નાગરિકોએ પોતાના કિંમતી અને પવિત્ર મત આપી લોકશાહીમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આદિવાસી ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં સિનિયર સિટિઝન મતદાન માટે હાથમાં લાકડી અને સહાયક સાથે મતદાન કેન્દ્ર સુધી પહોંચી મત આપતા જોવા મળ્યા હતા. અશક્ત નાગરિકોને મતદાન મથક સુધી લાવવા માટે વાહનોની સુવિધા ઊભી કરી પવિત્ર મતાધિકારનાં એક વોટની કિંમત અને મતદારોની હિંમત ખરેખર દાદ માગી લે તેવી હતી. લોકશાહી પર્વને એક તહેવારની જેમ સજી ધજીને પોતાને મળેલા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જિલ્લા ચૂંટણી તંત્ર, પોલીસ તંત્ર તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા સાથે મજબૂત કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. મતદાન માટે જિલ્લામાં દરેક મતદાન મથક પર મતદારોને સરળતા અને સુવિધા મળી રહે તે માટે તંત્ર દ્વારા મહિલા અને પુરૂષ મતદારોની અલગ લાઈનની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મતદારોમાં મહિલાઓ અને વડીલોએ પણ ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજની ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની અનિચ્છનિય બનાવની ઘટના નોંધાઈ નહોતી.

જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, ચૂંટણી સ્ટાફ અને સ્થાનિક સંસ્થાઓની સહકારપૂર્વકની કામગીરીના પરિણામે બેલેટ પેપરથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સાવધાનીપૂર્વક અને લોકશાહી માટે નિષ્ઠાપૂર્વક અમલવારી કરાઈ હતી.

Advertisement
error: Content is protected !!