Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

સાબરકાંઠામાં સાડા બાર ઈંચ વરસાદ નોંધાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ

રાજ્યમાં છેલ્લાં ઘણાં દિવસથી મેઘરાજાની બેટિંગ શરૂ છે. એવામાં શનિવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર, શનિવારે 24 કલાકની અંદર સાબરકાંઠામાં સાડા બાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે જિલ્લામાં વિવિધ જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

હવામાન વિભાગે છેલ્લાં 24 કલાકના વરસાદના ડેટા જાહેર કર્યા છે. જે અનુસાર, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના વડાલી તાલુકામાં 24 કલાકમાં 12.2 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં પણ 10.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઈડરમાં 4.9 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાબરકાંઠાના અન્ય વિસ્તારોમાં લગભગ 1 ઈંચની આસપાસ વરસાદ નોંધાયો હતો. જયારે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 20 ટકા તેમજ પૂર્વ મધ્યમાં 16 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો.

હવામાનના આંકડા અનુસાર, 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હોત તે વિસ્તારમાં ઉત્તર ગુજરાત જ મોખરે છે. જેમાં સાબરકાંઠામાં 12.2 ઈંચ, બનાસકાંઠામાં 10.3 ઈંચ, અરવલ્લીમાં 4.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ 3.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ 1.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ 1 ઈંચની આસપાસ વરસાદ નોંધાયો હતો. વડોદરામાં પણ 1.1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Advertisement
error: Content is protected !!