Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Tapi : સમગ્ર જિલ્લામાં ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવશે

સમગ્ર રાજ્યમાં ૨૧મી જૂન ૨૦૨૫ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી સમગ્ર રાજ્યમાં જન ભાગીદારીથી ઉજવણી કરવાની હોય આપણા તાપી જિલ્લામાં આ પ્રમાણેના ઉજવણીનો કાર્યક્રમ આયોજન કલેક્ટર કક્ષાએ કરવામાં આવેલ છે.

યોગ નિદર્શનના કાર્યક્રમને સુચારુ અને સફળતાપૂર્વક પાર પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ દક્ષિણાપત વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે યોજવામાં આવનાર છે આ ઉપરાંત આઈકોનીક સ્થળ તરીકે આંબાપાણી અને પદમ ડુંગરી સાઈટ ખાતે યોગ સમારંભનું આયોજન પણ કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાની સમિતિમાં પ્રાંત અધિકારી વ્યારા, તાલુકા કક્ષાની સમિતિમાં મામલતદાર તેમજ નગરપાલિકા કક્ષાની ઉજવણીમાં ચીફ ઓફિસર અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. આમ સમગ્ર જિલ્લામાં ગુજરાતને મેદસ્વિતા મુક્ત અને રોગમુક્ત કરવા માટે તાપી જિલ્લામાં અનેક સ્થળો પર યોગ દિનની ઉજવણીમાં કરવામાં આવનાર છે.(ગુજરાત સામ્રાજ્ય અખબાર)

Advertisement
error: Content is protected !!