રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે.જે અનુસાર તાપી જિલ્લાની કુલ-૯૬ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા.૨૨/૬/૨૦૨૫ ના રોજ થનાર છે.ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચારસહિંતાનો અમલ કરવા તાપી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર. બોરડ દ્વારા તેમને મળેલ સત્તાની રૂઇએ ગ્રામ પંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આવેલ જાહેર મકાનો, ખાનગી મકાનો, માર્ગ, સાઈન બોર્ડ, માઈલ પથ્થરો વિગેરેનો ચૂંટણી પ્રચારના કામે ઉપયોગ અંગે નિયંત્રણ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામાં મુજબ કોઇપણ રાજકીય પક્ષો કે ઉમેદવારોએ કાર્યકરોએ સમર્થકો દ્વારા ધ્વજ, આધાર દંડ, બેનર, નોટીસ લગાવવા, સૂત્રો લખવા માટે કોઇ જાહેર મકાન, જમીન, ખાનગી મકાન, દિવાલ, હાઇવે અથવા બે માર્ગો ક્રોસ થતા હોય ત્યાં આવેલ દિશાસૂચક સાઇનબોર્ડ, હાઇવે પરના માઇલસ્ટોન રેલ્વે કોસીંગ પાસેનાં ચેતવણીના બોર્ડ, રેલ્વે-બસ સ્ટેશન પરના પ્લેટફોર્મના નામ. વોર્ડ, અગર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઇ નોટીસ બોર્ડ વિગેરે જાહેર અથવા ખાનગી મિલ્કતોનો બગાડ કરવાનો રહેશે નહી.જાહેર/ખાનગી માલિકીની મિલકતો ઉપર સંબધિતોની પરવાનગી વગર માલ-મિલ્કતનો બગાડ કરી શકાશે નહીં.આ હુકમ તા.આગામી તા.૨૭/૦૬/૨૦૨૫ના કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે.હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

