તારીખ 05 જૂન, 2025 એટલે કે, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તાપી જિલ્લાના ઇન્દુ ગામ ખાતે આવેલી બેંક ઓફ બરોડા આરસેટી તાપી દ્વારા સંસ્થાનમાં તાલીમ લઇ રહેલા આસિસ્ટન્ટ બુક કિપર અને વુમન્સ ગારમેન્ટ (સિવણકામ)નાં 60થી વધુ તાલીમાર્થીઓને પ્લાસ્ટીક મુક્ત ભારત અને પર્યાવરણ જાળવણી કરવા અંગે સમજ આપી ‘પ્લાસ્ટિક મુક્ત ભારત અને પર્યાવરણ જાળવણી’અંગે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા.
આ પ્રંસગે નાબાર્ડના ડીડીએમ ઉત્કર્શ દેશમુખે જણાવ્યું હતું કે, ‘ગ્લોબલ વોર્મિંગ તથા પર્યાવરણ દૂષણ અટકાવવા માટે દરેક નાગરિકે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ અને કુદરતી સાધનોને પ્રોત્સાહન આપવું જોઈએ.’ તેમજ લીડ બેંક મેનેજર રસીક જેઠવાએ તાલીમાર્થીઓને પ્લાસ્ટિકથી થતા નુકસાન વિશે માહિતી આપી સિવણકામ તાલીમાર્થીઓને કાપડની બેગ બનાવવાની અને ઉપયોગ કરવાની અપીલ કરી હતી. સંસ્થાના નિયામક કિરણ સાતપુતે દ્વારા તમામ તાલીમાર્થીઓ અને કર્મચારીઓને ‘પ્લાસ્ટિક મુક્ત ભારત અને પર્યાવરણ જાળવણી’ શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. આ સાથે તમામ ઉપસ્થિત મહાનુભાવો સહિત તાલીમાર્થી બહેનોએ સંસ્થાના કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું હતું.

