Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનની આસપાસ 5 કિ.મી. વિસ્તારમાં ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરાયો

તાજેતરમાં પશ્ચિમ સરહદ પર અને જમ્મુ-કાશ્મીરમાં થયેલા ડ્રોન હુમલાના બનાવોને ધ્યાનમાં લેતાં તેમજ પ્રદેશની જાહેર સલામતી અને મહત્વપૂર્ણ સ્થાપનાઓની સુરક્ષાને ધ્યાને રાખી તથા ડ્રોન જેવા રિમોટ કન્ટ્રોલ સંચાલિત સાધનોનો દુરુપયોગ રોકવા અને કોઇપણ પ્રકારના દુર્ભાવનાપૂર્ણ પ્રવૃત્તિઓ અટકાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવે છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી-વ્યારા આર.આર. બોરડ (જી.એ.એસ) દ્વારા ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ તેમને મળેળ સતાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સોનગઢ તાલુકામાં આવેલ મહત્વપૂર્ણ સ્થાપન ઉકાઇ થર્મલ પાવર સ્ટેશન (UTPS)ની પરિમિતિ દિવાલથી પાંચ (૫) કિલોમીટરની ત્રિજ્યામાં આવેલ સમગ્ર વિસ્તારને “નો ડ્રોન ઝોન” જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ તા. 05/06/2025 થી તા.01/08/2025 સુધી કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને આ વિસ્તારમાં રિમોટ કન્ટ્રોલ સંચાલિત ડ્રોન, માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, પેરાગ્લાઇડર અથવા આવા કોઈ પણ ઉડતી સાધન ચલાવવાની/ઉડાડવાની કડક મનાઈ ફરમાવવામાં આવી છે. જાહેરનામાનું ઉલ્લંઘના કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement
error: Content is protected !!