Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Bharuch: ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢી રૂપિયા હારી જતા લૂંટનો પ્લાન ઘડ્યો

ભરૂચના વાગરામાં ગત સોમવારે બપોરે એક સોનીની દુકાનમાં લૂંટની ઘટના બની હતી. લૂંટને પગલે વાગરા પંથકમાં સોંપો પડી ગયો હતો.ધોળે દિવસે અને ધમધમતા બજારમાં થયેલી લૂંટને પગલે પોલીસ હરકતમાં આવી હતી.

વાગરા પી.આઈ એસ.ડી ફુલતરીયાએ તેમની ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતુ.પોલીસે સોનુ લૂંટી ફરાર થનાર લૂંટારું કઈ દિશામાં ભાગ્યો છે? એ તરફના કેમેરા ચકાસી ગુનેગારને ઝડપી પાડવા કમર કસી હતી.હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સને આધારે કરેલ કામગીરીને કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સરળતા રહી હતી.

પોલીસે આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામના રાકેશ જશુભાઈ પ્રજાપતિ ઉ.વ 30ને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો.વાગરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે વાગરા સોનીની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. તેણે જણાવ્યું હતું,કે પોતે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાના રવાડે ચડી જતા દશ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો.જેને પગલે ગુમાવેલા પૈસા રિકવર કરવા વાગરા બજારમાં આવેલ ઓમ જવેલર્સ નામની સોનીની દુકાનને નિશાન બનાવી હતી.

સોનીની દુકાનમાંથી લૂંટ ચલાવી લીધેલા તમામ દાગીના જેની કિંમત 3.65 લાખ તેમજ મોટરસાઇકલ અને મોબાઈલ મળી કુલ 4.35 લાખનો મુદ્દમાલ પોલીસે કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથધરી હતી.

પોલીસે રોજા ટંકારીયા ખાતેથી રાકેશ જશુભાઈ પ્રજાપતિની અટકાયત કરી હતી.પોલીસે આરોપીની યુક્તિપ્રયુક્તિથી ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને કેફિયત આપતા જણાવ્યું હતું કે, તે પોતે રોજા ટંકારીયા ગામનો રહેવાસી છે અને કંપનીમાં નોકરી કરે છે. તે ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢી રૂપિયા હારી ગયો હતો અને દેવું થઈ ગયું હતું. જેથી તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો.લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!