Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

RTIમાં માહિતી માગતી ૧.૩૧ લાખ અરજી, ગૃહ-મહેસૂલ વિભાગ ટોચ પર

ગુજરાતમાં વર્ષ ૨૦૨૩-૨૪માં માહિતી અધિકાર અધિનિયમ-આરટીઆઈ હેઠળ સરકારના જુદા જુદા વિભાગો, સત્તામંડળોને કુલ ૧,૩૧,૮૭૫ અરજી વિવિધ માહિતી મેળવવા માટે કરવામાં આવી હતી, જે પૈકી ૮,૭૧૮ અરજીઓ વિભાગોને સીધી મળી હતી જ્યારે બાકીની ૧,૨૩,૧૫૭ અરજી જાહેર સત્તા મંડળોને મળી હતી. એકલા ત્રણ વિભાગોમાં ૯૧,૫૫૧ અરજી મળી હતી, જેમાં ગૃહ વિભાગમાં ૩૦.૫૩ ટકા, મહેસૂલ વિભાગમાં ૧૯.૫૪ ટકા અને શહેરી વિકાસ વિભાગને લગતી ૧૯.૩૫ ટકા અરજી મળી હતી. આમ ૬૯.૪૨ ટકા અરજી ત્રણ વિભાગને લગતી હતી.

ગુજરાત વિધાનસભા ગૃહમાં શુક્રવારે રજૂ કરાયેલા ગુજરાત માહિતી આયોગના વર્ષ ૨૦૨૩-૨૪ના માહિતી આયોગે કરેલી ભલામણો

(૧) સરકાર દ્વારા અપાતી વિવિધ પરમિટ, લાયસન્સ, પરવાનગી જેવી વિગતો જાતે જાહેર કરવી જોઈએ (૨) ગેરકાયદે બાંધકામ અને દબાણની કાર્યવાહીના રેકોર્ડ જાહેર કરે(૩) પ્રથમ અપીલ અધિકારી તેમની ફરજ યોગ્ય રીતે બજાવે (૪) ઈમેઈલથી માહિતી માગવામાં આવે તો આપવી, એ પછી ફિઝિકલ કોપીની જરૂર નથી

રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. : માહિતી આયોગને એક વર્ષમાં ૭૦૮૨ અપીલો અને ફરિયાદો મળી હતી જ્યારે ૭૦૫૧ કેસનો નિકાલ કરાયો હતો અને ૧૧૮ કેસમાં આયોગ દ્વારા દંડ કરાયો હતો. ૭૦૮૨ કેસ પૈકી ૬૦૨૯ અપીલ (૮૫.૧૩ ટકા) અને ૧૦૫૩ ફરિયાદો (૧૪.૮૭ ટકા) મળી હતી. અગાઉ વર્ષ ૨૦૨૨-૨૩માં ૮૨૫૭ અપીલ-ફરિયાદ મળી હતી.આમ ફરિયાદ અપીલમાં મામૂલી ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ૭,૦૫૧ કેસમાં ચુકાદા અપાયા હતા. ૧૧૮ કેસમાં દંડ ફટકારાયો તેમાં ૮.૮૪ લાખની રકમ વસૂલવામાં આવી છે. અગાઉ વર્ષ ૨૦૨૨-૨૩માં ૧.૨૧ લાખ અરજીઓ મળી હતી. આમ ગત વર્ષ કરતાં ૧૦,૩૮૫ અરજી વધારે આવી છે. એકંદરે આરટીઆઈની અરજી નકારવાનું પ્રમાણ ૫.૨૩ ટકા છે. કાયદા વિભાગમાં સૌથી વધુ ૧૭.૯૫ ટકા, નાણાં વિભાગમાં ૧૬.૨૭ ટકા અને સામાન્ય વહીવટ વિભાગમાં ૧૧.૯૭ ટકા અરજી નકારવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!