Explore

Search

June 26, 2026

Contact us -7820092500

IAS Coaching

Trending News : ટ્રસ્ટનું નોંધણી પ્રમાણપત્ર આપવા રૂ. 5 હજારની લાંચ લેતા પટાવાળો ACBના છટકામાં ઝડપાયો

ગીરસોમનાથ : જિલ્લાના ઈણાજ ખાતે ACB દ્વારા ગોઠવાયેલા સફળ ટ્રેપમાં મદદનીશ ચેરીટી કમિશ્નરની કચેરીમાં કરાર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ પુંજાભાઈ વંશ (ઉ.વ. 32)ને રૂ. 5,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

ફરિયાદી દ્વારા પોતાના ટ્રસ્ટની નોંધણી માટે અરજી કરવામાં આવી હતી, જે મંજૂર થયા બાદ નોંધણીનું પ્રમાણપત્ર આપવા બદલ આરોપીએ રૂ. 5,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદના આધારે ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન આરોપીએ ફરીયાદી પાસેથી લાંચની રકમ માંગીને સ્વીકારતા જ ACBની ટીમે તેને ઝડપી લીધો હતો.

આ ટ્રેપ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. વાળાના માર્ગદર્શન હેઠળ ACB ગીરસોમનાથની ટીમે હાથ ધર્યો હતો. કામગીરીનું સુપરવિઝન મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને ઇન્ચાર્જ અધિકારી નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાએ કર્યું હતું.

Advertisement
error: Content is protected !!