Explore

Search

June 18, 2026

Contact us -7820092500

IAS Coaching

વાપીનાં ગુંજન વિસ્તારમાં જૂની અદાવતે યુવક પર હુમલો

વલસાડ જિલ્લાનાં વાપીનાં ગુંજન વિસ્તારમાં જૂની અદાવતે એક યુવક પર હુમલો થયો હતો. જે બાબતની પોલીસ ફરિયાદ અનુસાર, રાજેશભાઈ પટેલ અને પડોશમાં રહેતા રાજેશ બાબુભાઈ બારિયા વચ્ચે આશરે એક મહિના અગાઉ ઝથડો થયો હતો. દરમિયાન તારીખ ૧૫ જૂનની રાત્રે રાજેશભાઈ પટેલ રાજેશ બારિયા સાથે વાત કરવા જતા બંને વચ્ચે ફરી બોલાચાલી અને ઝથડો થયો હતો. આ સમયે રાજેશ બારિયાએ ક્રિકેટ બેટ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી રાજેશ પટેલ પોતાના ઘરે પરત ફર્યા હતા.

ત્યારબાદ આશરે અડધા કલાક બાદ અંકિત મુરલીધર દુબે એક્ટિવા લઈને રાજેશ પટેલના ઘરે આવ્યો અને ગાળો બોલવા માંડયો હતો. આથી રાજેશ પટેલ બહાર આવતાં અંકિત દુબેએ તેમની સાથે મારામારી શરૂ કરી હતી. થોડી વારમાં રાજેશ બારિયા પણ ત્યાં પહોંચી ગયો હતો અને બંનેએ મળીને રાજેશ પટેલને મારમાર્યો હતો. દરમિયાન રાજેશ પટેલનો ભાઈ જેકી બાબુભાઈ પટેલ પણ બહાર આવ્યો હતો. ઝઘડો વધુ ઉગ્ર બનતાં બંને પક્ષ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અથડામણમાં અંકિત દુબેના ગાલના ભાગે તલવારનો ઘા વાગ્યો હતો.

જે બાદ સચીન ઉર્ફે લાલુ સૌર યાદવ ક્રિકેટ બેટ લઈને સ્થળ પર આવ્યો હતો અને તેણે રાજેશ પટેલના માથાના ભાગે ફટકો માર્યો હતો. ફટકો વાગતાં રાજેશ પટેલ જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ તેમના હાથમાંથી તલવાર છીનવી લીધી હતી અને અંકિત દુબેએ તલવાર વડે માથામાં થા મારતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્ત રાજેશ પટેલને સુરત સિવિલમાં ખસેડાયો હતો.

Advertisement
error: Content is protected !!