Explore

Search

June 18, 2026

Contact us -7820092500

IAS Coaching

પલસાણાનાં જોળવા ગામનાં એક બંધ મકાનમાંથી રૂપિયા ૨.૭૫ લાખનો દારૂનો જથ્થો મળ્યો

સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં જોળવા ગામના એક બંધ મકાનમાં ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલો રૂપિયા ૨.૭૫ લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસને મળેલી બાતમીના આધારે જોળવા ગામમાં આવેલા આરાધના પેલેસ નામના મકાન નંબર ૧૮માં પોલીસે રેડ કરી હતી. આ બંધ મકાનમાં તપાસ કરતા પ્લાસ્ટિકની કોથળીઓ તથા કુલ ૩૦ બોક્સમાંથી વિદેશી દારૂની નાની-મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા.

જોકે પોલીસે સ્થળ પરથી કુલ ૧,૯૨૬ દારૂની બોટલો અને બિયર ટીન જપ્ત કયા છે, જેની અંદાજિત કિંમત રૂપિયા ૨.૭૫,૩૫૧/- હતી. જયારે તપાસ કરતાં આ દારૂનો જથ્થો દસ્તાન ગામના શિવશક્તિ રેસિડેન્સી ખાતે રહેતા મુખ્ય આરોપી આકાશ ભીમરાવ બહારે નામના બુટલેગરે પોતાના સાગરીતો સાથે મળીને મંગાવ્યો હતો. આ જથ્થો એક સફેદ રંગની ફોર વ્હીલર ગાડીમાં ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટ હેરાફેરી કરીને લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જોળવા ગામના આ બંધ મકાનમાં વેચાણ કરવાના ઇરાદે છુપાવી રાખવામાં આવ્યો હતો. બનાવ અંગે પલસાણા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!