Explore

Search

June 18, 2026

Contact us -7820092500

IAS Coaching

નવસારી LCB પોલીસે મજીગામ ખાતેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચારની ધરપકડ કરી

નવસારી LCBના પીઆઈ સહિતનો સ્ટાફ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલ મજીગામ ખાતે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની ઇનોવા કાર તથા પાયલોટિંગ કરતી ક્રેટા કાર આવતા પોલીસે બંને વાહનોને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે કાર ચાલકોએ નાકાબંધી જોઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પીછો કરી બંને કારને કોર્ડન કરી ઝડપી લીધી હતી.

પરંતુ તલાશી દરમિયાન ઈનોવા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ટીન બિયર તથા વોડકાની નાની-મોટી બોટલો મળી ૧૨૧૨ નંગનો રૂ.૩,૧૫,૬૦૦/-નો જથ્થો મળી આવ્યો હતો. તદ્દઉપરાંત રૂપિયા ૭ લાખની ઈનોવા કાર, રૂપિયા ૫ લાખની ક્રેટા કાર તથા ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૫,૩૦,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે પ્રકાશ સુરેશ શર્મા, જાવીદહુસેન અબ્દુલરહેમાન શેખ, સોહિલ ઉર્ફે પપ્પુ મહેશ કામલી અને કૃણાલ અશોક કોળી પટેલની ધરપકડ કરી હતી, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર મનીષ (રહે.કોસંબા, સુરત)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે ચોપડે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(file photo)

Advertisement
error: Content is protected !!