Explore

Search

June 21, 2026

Contact us -7820092500

IAS Coaching

દેડિયાપાડાનાં કોયલી વાવ રોડ પર બાઈક ચાલકનું અકસ્માતમાં મોત નીપજ્યું

નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા તાલુકાનાં કોયલી વાવ નજીક રોડ ઉપર જતા ટ્રેક્ટરે અચાનક બ્રેક મારતા પાછળ આવતી બાઇક તેની સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું.

બનાવની વિગત એવી છે કે, મગન સુરીયા વસાવા (રહે.મોસકુવા ગામ,તા.દેડિયાપાડા,જિ.નર્મદા)ની ફરિયાદ મુજબ દેડિયાપાડા તાલુકાના કોયલીવાવ અને સિંગલવાણ ગામના રોડ ઉપર આરોપી ટ્રેક્ટરના ચાલકે પોતાના કબ્જામાનું ટ્રેક્ટર ગલતભરી અને પૂરઝડપે રીતે હંકારી લાવી ટ્રેક્ટરના ચાલકે અચાનક બ્રેક મારી દેતાં ટ્રેક્ટરની પાછળ ટ્રોલીના ભાગે સંજયભાઈ મગનભાઈ વસાવાની બાઈક અથડાતાં સંજયને ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)

Advertisement
error: Content is protected !!